ફ્રૂટ શ્રીખંડ

વેબ દુનિયા|

P.R
સામગ્રી - 2 વાડકી દહીં, એક વાડકી દળેલી ખાંડ, ચપટી કેસર, 1,2 ચમચી ઈલાયચી પાવડર, 1 ચમચી પિસ્તા સમારેલા, ફળ(દ્રાક્ષ, દાડમ, કેળુ, પપૈયુ, સ્ટ્રોબેરી)

બનાવવાની રીત - દહીંને પાતળા કપડામાં બાંધીને 2-3 કલાક લટકાવી રાખો. જેથી તેનુ બધુ પાણી નીતરી જાય. કેસરને પાણીમાં પલાળી દો. દહીંમાં ખાંડ, કેસર, ઈલાયચી પાવડર નાખીને સારી રીતે મેળવી લો. હવે તેમા બધા ફ્રૂટ્સ નાખીને હલાવી લો. ઉપરથી પિસ્તા-કેસરથી સજાવીને ફ્રીજમાં ઠંડુ થવા મુકી દો.


આ પણ વાંચો :