બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

બાલૂશાહી

સામગ્રી - 250 ગ્રામ મેંદો, અડધો કપ દહીં, નાની ચમચી મીઠુ, અડધી ચમચી ઈલાયચીનો પાઉડર, સજાવવા માટે કતરેલી બદામ, મગજતરીના બીજ, તથા ચાંદીની વર્ક, તળવા માટે અને મોણ માટે ધી.

રીત - મેંદામાં મીઠું ભેળવીને ચાળી લો. તેમાં 50 ગ્રામ ધી અને અડધો કપ દહી નાખીને લોટ બાંધી લો. આ લોટની નાના નાના લૂઆ બનાવી લો. દરેક લૂઆને થોડા ચપટા કરીને વચ્ચેથી અંગૂઠા વડે દબાવી દો. એક કડાહીમાં ધી ગરમ કરો.

બાલૂશાહીને એકદમ ધીમાં તાપે હલકી બદામી થાય ત્યાં સુધી તળી લો. હવે ખાંડની એક તારી ચાસણી બનાવી લો. તેમાં ઈલાયચી પાવડર ભેળવો અને બાલૂશાહી નાખી દો.

અડધા કલાક પછી તેને ચાસણીમાંથી કાઢી ચારણી પર મૂકો જેથી કરીને વધારાની ચાસણી નીતરી જાય. લો તૈયાર છે
બાલૂશાહી. હવે તેને ચાંદીની વર્ક અને સૂકામેવાથી સજાવીને પરોસો.