બાળકોની પસંદગીની ડીશ - આલ્મંડ કુકીઝ

વેબ દુનિયા|

P.R
સામગ્રી - 200 ગ્રામ મેંદો, દોઢ ચમચી બેકિંગ પાવડર, 150 ગ્રામ બદામ, 200 ગ્રામ માખણ, 200 ગ્રામ ખદળેલી ખાંડ, 2 ચમચા દૂધ

બનાવવાની રીત - મેંદા અને બેકિંગ પાવડરને સારી રીતે મિક્સ કરો. 20 જેટલી આખી બદામ રહેવા દો બાકીની દળી લો. બચેલી બદામને અડધો કલાક હુંફાળા પાણીમાં નાંખી રાથો. પાણીમાંથી બદામ કાઢીને છોલ્યા બાદ લંબાઇમાં બે ટૂકડાંમાં કાપી લો. હવે એક મોટી કઢાઈમાં માખણ કાઢો. સામાન્ય ગરમ કરી ઓગાળી લો. તેમાં ખાંડ મિક્સ કરી બરાબર ફેંટો. માખણ અને ખાંડના મિશ્રણમાં મેંદો નાંખો. મિશ્રણ એકસાર થાય ત્યાંસુધી મિક્સ કરતાં રહો. હવે તેમાં પીસેલી બદામ અને દૂધ નાંખી સારી રીતે મિક્સ કરી લોટ બાંધતા હોવ તેમ બાંધી લો.
હવે ટ્રે પર ઘી લગાવી ચીકણી કરો. મિશ્રણમાંથી થોડું-થોડું મિશ્રણ લઇ હાથથી ગોળ કરો. એક હાથ પર રાખી ગોળાને બીજા હાથથી દબાવો. દરેક કુકીની વચ્ચે કાપેલી અડધી બદામ રાખો અને દબાવીને લગાવી દો. તૈયાર કુકીઝને ટ્રેમાં મૂકી દો.

ઓવનને 180 ડિ.સે. પર પહેલેથી જ ગરમ કરો. કુકીઝ મૂકેલી ટ્રેને ઓવનમાં મૂકો અને ઓવનને 15 મિનિટ માટે સેટ કરી દો. આલ્મંડ કુકીઝને ઓવનમાંથી કાઢો. ઠંડી થાય એટલે ટ્રેમાંથી કાઢી લઇ એર ટાઇટ કન્ટેનરમાં ભરી લો. રોજ બાળકોને નાસ્તામાં દૂધ સાથે આ કુકીઝ આપો.


આ પણ વાંચો :