રંગીન ઘૂઘરા બૂંદી સાથે

સામગ્રી - 250 ગ્રામ મેંદો, 1 કપ બારીક મીઠી બૂંદી(લાડવાનો ભૂકો પણ લઈ શકો છો) 1 ચમચી ઘી મોણ માટે, 1 ચમચી મેવો કતરેલો, કેસરના રેસા દૂધમાં ઘોટેલી, દોઢ કપ ચાસણી 2 તારની, ઘી તળવા માટે,

વિધિ - મેંદામાં મોણ નાખીને તેને સારી રીતે મિક્સ કરી લો. તેમાં લાલ, લીલો રંગ અને થોડુ કેસર નાખીને ત્રણે જુદા જુદા લોટ બાંધી લો અને લાંબા રોલ બનાવી લો.

ત્રણ રોલને મેળવીને નાની-મોટી લોઈ બાનવી લો. બૂંદીમાં કેસર અને મેવો ભેળવી લો. મેંદાની નાની-નાની પૂરી વણી અને તેમાં થોડી બૂંદી મૂકો. તેનાથી ઘૂઘરા બનાવી લો.

હવે ઘી ગરમ કરી ધીમા તાપે સોનેરી રંગના તળી લો. થોડા ઠંડા થયા પછી ચાસણીમાં નાખી ચારણ પર નિતારવા મૂકો. આ ઘૂઘરા બનાવવામાં સહેલા, દેખાવમાં સુંદર અને ખાવામાં સ્વાદિષ્ટ લાગશે.


આ પણ વાંચો :