રોયલ રબડી લસ્સી

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 250 ગ્રામ દહી, 100ગ્રામ રબડી, 50 ગ્રામ, તાજી મલઈ, 1/2 ટી સ્પૂન ઈલાયચી પાવડર, સ્વાદમુજબ ખાંડ, ક્રશ્ડ બરફ જરૂર મુજબ, 1 કપ દૂધ, સજાવવા માટે ચાંદીની વરક, પિસ્તા કતરન, બદામ કતરન.

બનાવવાની રીત - સૌ પ્રથમ દહીમા રબડી, મલાઈ, ઈલાયચી અને ખાંડ મિક્સ કરીને મિક્સરમાં ફેરવી લો અને સારી રીતે ફેંટી લો. પછી તેમા ક્રશ્ડ આઈસ અને દૂધ મિક્સ કરી ફરી ફેટી લો. લો તૈયાર છે રોયલ રબડી લસ્સી. તેને ગ્લાસમાં ભરીને ચાંદીની વરક, પિસ્તા અને બદામ કતરનથી સજાવીને સર્વ કરો.


આ પણ વાંચો :