લોટની રસ મલાઈ

નઇ દુનિયા|

N.D
સામગ્રી - કવર માટે લોટ 250 ગ્રામ, ઘી 1 મોટી ચમચી, દળેલી ખાંડ 50 ગ્રામ, ઈલાયચી પાવડર 1 નાની ચમચી.
ભરાવન માટે - બારીક સમારેલા મેવા 1 નાની વાડકી.
રબડી માટે - ફૂલ ક્રીમ દૂધ 2 લીટર, ખાંડ 2 ટેબલ સ્પૂન, કેસરના દોરા 3, સજાવવા માટે પિસ્તાની કતરન 1 ચમચી, બદામ 8-10.

બનાવવાની રીત - લોટને ઘી માં ગુલાબી સેકીને ખાંડ અને 1 ગ્લાસ પાણી નાખીને ઘટ્ટ શીરો તૈયાર કરો. દૂધને ખાંડ અને કેસરના રેશા નાખીને અડધુ રહી જાય ત્યા સુધી ઉકાળો. હવે તેને ઠંડુ કરો. એક મોટી ચમચી શીરો લઈને હાથ પર ફેલાવો અને તેની અંદર એક ચમચી મેવો મુકીને ચારે બાજુથી બંધ કરીને હાથ વડે થોડુ ચપટુ કરો. ગરમ તવા પર એક ચમચી ઘી લગાવીને બંને બાજુથી સોનેરી થતા સુધી સેકો. આને ગરમા ગરમ જ તૈયાર રબડીમાં નાખો. પિસ્તા કતરન અને બદામથી સજાવીને સર્વ કરો.


આ પણ વાંચો :