શાહી કેરીની બરફી

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 1 કિલો પાકી કેરી, 200 ગ્રામ માવો, 400 ગ્રામ ખાંડ, 1 ચમચી ઘી, ઈલાયચી પાવડર અને ચાંદીની વરક 2-3.

બનાવવાની રીત - કેરીને છોલીને તેમાંથી ગોટલી કાઢીને મિક્સરમાં રસ બનાવી લો. હવે અ રસને કડાહીમાં નાખીને ધીમા તાપ પર ઘટ્ટ કરી લો. માવાની જુદો સેકી લો, તેને બાજુ પર મુકી દો. હવે કઢાઈમાં ચાસણી બનાવી લો. આ ચાસણીમાં સેકેલો માવો અને ઘટ્ટ થયેલો કેરીનો રસ નાખીને સારી રીતે મિક્સ કરો, તેમા ઈલાયચી પાવડર નાખીને તેને ઘટ્ટ થવા દો. ઘટ્ટ થયા પછી એક થાળીમાં ઘી લગાવી આ મિશ્રણ પાથરી દો. ઉપર વરક અને કિશમિશ થી સજાવો દો. હવે મનપસંદ આકારમાં કાપી લો. લો તૈયાર છે સ્વાદિષ્ટ કેરીની બરફી(આમપાક).


આ પણ વાંચો :