શુગર કેન કુલ્ફી

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 2 ગ્લાસ શેરડીનો રસ, 1 પ્યાલી મિલ્ક પાવડર, થોડા કાજૂ, 1 મોટી ચમચી લીંબૂનો રસ, 1 મોટી ચમચી બટર સ્કોચ.

બનાવવાની રીત - બટર સ્કોચ બનાવવા માટે 2 મોટી ચમચી ખાંડને જાડા તળિયાના વાસણમાં ઓગાળો. ઓગળેલી ખાંડમાં અધકચરા કાજૂ નાખો અને કોઈ ચિકાશવાળા સમતલ સ્થાન પર તેને ફેલાવીને જમાવી દો અને પછી કકરુ કરી મુકો.

રસ થોડો ઘટ્ટ કરો તેમા મિલ્ક પાઉડર, લીંબુનો રસ અને બટર સ્કોચ નાખીને કુલ્ફીના સાંચામાં ભરો અને ફ્રીઝરમાં મુકો. 3 કલાક પછી કુલ્ફી તૈયાર થઈ જશે.


આ પણ વાંચો :