સીંગદાણાની ચીકી

tal papdi
Last Updated: બુધવાર, 13 જાન્યુઆરી 2016 (16:33 IST)

સામગ્રી - 500 ગ્રામ સીંગદાણા, 500 ગ્રામ ગોળ, બે ચમચી ઘી. 100 ગ્રામ તલનો ભૂકો, સુકોમેવો વાટેલો એક કપ.

રીત - સીંગદાણાને સારી રીતે શેકી લો. બળવા ન જોઈએ. હવે તેના છાલટા કાઢી તેને અધકચરા વાટી લો. એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં ગોળ નાખી હલાવો. ગોળ ઓગળી જાય કે તેમાં વાટેલા સીંગદાણા નાખી અને તલનો ભુકો અને સુકોમેવો નાખી દો. હવે એક થાળીની પાછળ ઘી લગાવી આ મિશ્રણને પાથરીને વેલણ વડે વણો, તમે જેટલી પાતળી સીંગદાણાની ચીકી બનાવવા માંગતા હોય તેટલી પાતળી વણી શકો છો. ઠંડી થયા પછી તેને તોડી લો.

(નોંધ - સીંગદાણાની ચીકી કડક કરવી હોય તો ગોળના પાકને થોડો બ્રાઉન થવા દેવો, પણ ધીમા તાપે કારણકે ગોળ વધુ બ્રાઉન થશે તો બળી જશે. )c


આ પણ વાંચો :