રવિવાર, 5 ફેબ્રુઆરી 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. મિઠાઈ
Written By
Last Updated: સોમવાર, 11 જાન્યુઆરી 2021 (13:15 IST)

ગણેશ ચતુર્થી સ્પેશ્યલ - આ રીતે બનાવો જાયફળ મોદક

ગણેશજીના પસંદગીનો ભોગ છે મોદક, ગણેશજીના આ વિશેષ અવસર પર મોદક ખૂબ બનાવાય છે. ઉલ્લેખનીય છે કે મોદક એક નહી અનેક પ્રકારના વિવિધ ભરાવન દ્વારા બનાવાય છે. 
 
સામગ્રી - બે કપ મૈદો 
ઘી મોણ માટે 
ઘી કે તેલ તળવા માટે 
ભરાવણ માટે - એક કપ ચણાની દાળ (પલળેલી) 
બે કપ ખાંડ 
બે મોટી ચમચી ડ્રાયફ્રુટ્સ 
એક નાની ચમચી ઈલાયચી પાવડર 
ચપટીભર જાયફળ પાવડર 
પાણી જરૂર મુજબ 
 
બનાવવાની રીત - સૌ પહેલા મેદામાં મોણ અને પાણી મિક્સ કરીને લોટ બાંધી લો અને જુદો મુકી દો. 
-હવે ધીમા તાપ પર એક પ્રેશર કુકરમાં પાણી મિક્સ કરીને ચણાની દાળ 3-4 સીટી આવતા સુધી બાફી લો 
- દાળ બફાયા પછી પાણી નીતારી લો અને દાળ વાટી લો 
- ઘીમા તાપ પર ઘી ગરમ કરવા મુકો 
- હવે તેમા વાટેલી દાળ અને ખાંડ નાખીને કડછીથી હલાવતા રહો. 
- જ્યારે આ મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યારે તેમા જાયફળ પાવડર, ઈલાયચી પાવડર અને સુકામેવા નાખીને ગેસ બંધ કરી દો. 
- હવે મેદાના બાંધેલા લોટની પુરી બનાવી તેમા આ ભરાવણ ભરો અને તેને મોદકનો શેપ આપી દો. 
- ધીમા તાપ પર કઢાઈમાં ઘી ગરમ કરવા મુકો.  
- ઘી ગરમ થાય કે મોદક તળી લો.
- તૈયાર છે જાયફળ મોદક