સેવઈયોની ખીર

seviya

સામગ્રી - એક નાની વાડકી સેવઈયો, મલાઈવાળુ દૂધ 1 લીટર, માવો 1 નાની વાડકી કિશમિશ, કાજૂ, ચારોળી અને બદામનો ભૂકો,2-3 કેસરના લચ્છા, ખાંડ 100 ગ્રામ, 1/2 ચમચી શુધ્ધ ઘી.


વિધિ - સેવઈયોને ગરમ ઘીમાં સેકી લો. ગુલાબી થાય કે ઉતારી લો. હવે દૂધને ઉકાળી તેમા સેવઈયો નાખી દો. ડ્રાય ફ્રુટનો માવો અને કેસર નાખી ધીમી ગેસ પર 15 મિનિટ સુધી ઉકળવા દો.

જ્યારે સેવઈયો ફૂલી જાય ત્યારે ખાંડ નાખી 2 મિનિટ ઉકાળી લો. તૈયાર ખીરને ગરમા ગરમ સર્વ કરો.


આ પણ વાંચો :