હોળી સ્પેશ્યલ રેસીપી - લીલા વટાણાની બરફી

green barfi
Last Updated: ગુરુવાર, 5 માર્ચ 2015 (10:57 IST)

સામગ્રી - 1 કપ દરદરા વાટેલા લીલા વટાણા.
1/2 કપ કોપરાનું છીણ
1/2 કપ દળેલી ખાંડ
1/4 કપ દૂધનો પાવડર
1.2 નાની ચમચી ઈલાયચી પાવડર
1 મોટી ચમચી ઘી
1 મોટી ચમચી બદામ કતરન
1 નાની ચમચી ઘી.. વાસણને લગાવવા માટે.

બનાવવાની રીત - એક નોન સ્ટિક કઢાઈમાં ઘી નાખો અને ગરમ કરો. પછી દરદરા વાટેલા મટર નાખી હલાવો. સોનેરી થતા સુધી સેકો. દળેલી ખાંડ.. દૂધનો પાવડર ઈલાયચી પાવડર, કોપરાનું છીણ નાખીને સુકાતા સુધી સેકો.

એક થાળીમાં ઘી લગાવીને ચિકણી કરી લો.
બધુ મિશ્રણ થાળીમાં બરાબર ફેલાવી દો. ઉપરથી બદામની કતરન નાખી દબાવી દો. જેનાથી તે બરફીમાં ચોટી જાય.
એકદમ ઠંડુ થયા પછી મનપસંદ આકારમાં કાપીને ખાવ અને ખવડાવો.આ પણ વાંચો :