શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

ઉપવાસની વાનગી - કેળાની બરફી

P.R
સામગ્રી: 4 મોટા પાકા કેળા, દોઢ કપ દૂધ, 2 કપ ખાંડ, 2 ટેબલસ્પૂન ઘી, 75 ગ્રામ નારિયેળ, 1/2 કપ ક્રશ અખરોટ

બનાવવાની રીત: કેળાની છાલ ઉતારીને તેને મેશ કરી લો. હવે મેશ કરેલા કેળાને દૂધ સાથે એક પેનમાં ત્યા સુધી પકાવો જ્યા સુધી તે ડ્રાય ન થઈ જાય. હવે તેમાં ઘી ઉમેરો અને જ્યા સુધી મિશ્રણનો રંગ બ્રાઉન ન થાય ત્યા સુધી સતત હલાવતા રહો. હવે તેમાં ખાંડ અને છીણેલું નાળિયેર ઉમેરો. સાથે અખરોટ પણ મિક્સ કરો. હવે ગેસની આંચ પરથી નીચે ઉતારી લો.

એક પ્લેટમાં ઘી લગાડીને તેને ગ્રિસ કરો અને તેના પર આ મિશ્રણ પાથરી લો. તેને પ્લેટમાં એકસમાન રીતે ફેલાવી દો. એકવાર બરફી ઠંડી પડે પછી તેના જોઈતા આકાર અને માપના ટુકડા કરી લો. ડ્રાય ફ્રૂટ સાથે ગાર્નિશ કરીને સર્વ કરો.