1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

કાચા પપૈયાની બરફી

કાચા પપૈયાની બરફી
W.D
સામગ્રી - 1 કિલો છીણેલુ કાચુ પપૈયુ, 100ગ્રામ ચોખ્ખુ ઘી, 200ગ્રામ માવો, 200ગ્રામ ખાંડ, 100 ગ્રામ કોપરાનું છીણ, 10 નાની ઈલાયચી.

બનાવવાની રીત - સૌ પ્રથમ કડાહીમાં માવો ગુલાબી થતા સુધી સેકો. ત્યારબાદ જુદા જુદા વાસણમાં કાઢો. કઢાહીમાં ઘી ગરમ કરી છીણેલુ પપૈયુ નાખીને થવા દો. હવે માવો અને ખાંડ મિક્સ કરી તેને ત્યાં સુધી હલાવતા રહો જ્યા સુધી કઢાહી ઘી ન છોડે.

આ મિશ્રણમાં ઈલાયચી અને 50 ગ્રામ કોપરાનું છીણ નાખીને સારી રીતે મિક્સ કરો. 25 ગ્રામ કોપરાનુ છીણ થાળીમાં ફેલાવી, કઢાહીની સામગ્રી થાળીમાં પાથરી દો. અને બાકીનુ કોપરાનુ છીણ ઉપરથી ભભરાવી દો. ઠંડુ થાય ત્યારે મનપસંદ આકારમાં કાપીને પીરસો.
About Writer
વેબ દુનિયા