બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By નઇ દુનિયા|

કોલ્ડ બ્રેડ રબડી

N.D
રબડીની સામગ્રી - દૂધ 2 લીટર, માવો 2 કપ, ખાંડ 100 ગ્રામ, કેંસર 9-10, ઈલાયચી પાવડર 1 નાની ચમચી, ડેકોરેશન માટે ચેરી, પિસ્તા. ચાસણી 1 કપ, બ્રેડ 4-5 ટુકડા, તળવા માટે ઘી.

બનાવવાની રીત - સૌ પહેલા કોઈ મોટા વાસણમાં દૂધ ગરમ કરીને સતત ચલાવતા રહો. તેમા ખાંડ, અડધો માવો અને કેસર નાખો. ઘટ્ટ થતા જ્યારે તેમાથી સુગંધ આવવા માંડે તો ગેસ પરથી ઉતારીને ફ્રિજમાં ઠંડી થવા માટે મૂકો.

હવે બ્રેડના ટુકડાઓની કિનાર કાપીને તેમા ગોળ આકારમાં કાપી લો. તેને ઘી માં તળીને ખાંડની ચાસણીમાં નાખો. આ ટુકડાઓમાંથી વધારાનુ પાણી કાઢી લો. હવે બે ટુકડાની વચ્ચે માવો ભરી તેને સેંડવિચની જેમ બનાવી લો. તેને ફ્રિજમાં ઠંડી કરો. પ્લેટમાં મૂકીને તેના પર રબડી નાખો. આને ચેરી અને પિસ્તાથી ડેકોરેટ કરો અને ઠંડી કરીને સર્વ કરો.