1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

ગાજરની ખીર

ગાજર
W.D
સામગ્રી - છીણેલું ગાજર દોઢ કપ, ખાંડ અઢી ચમચી, દૂધ 1 લીટર, ઈલાયચી પાવડર 1 ચમચી, કાજૂ 7-8 ટુકડા, કિશમિશ 8-10, બદામ કતરેલી 8-10.

વિધિ - સૌ પ્રથમ જાડા તળિયાની તપેલીમાં દૂધને ધીમા તાપ પર ઉકાળો અને તેમા છીણેલું ગાજર નાખીને બાફો.

ગાજર બફાય ગયા પછી તેમા ખાંડ, કાજુ, બદામ, કિશમિશ નાખીને બે-ત્રણ મિનિટ ઉકાળો અને ઉપરથી ઈલાયચીનો ભૂકો નાખીને ભેળવી દો. ગરમા-ગરમ પૌષ્ટિક ગાજરની ખીર પરોસો.
About Writer
વેબ દુનિયા