1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

ઘેબર

ઘેબર
N.D
સામગ્રી - એક વાડકી મેંદો, દોઢ કપ પાણી 1 ચમચી પીળો રંગ, 1 મોટી ચમચી જામેલુ ઘી, દોઢ કપ બરફનું ઠંડુ પાણી. તળવા માટે ઘી, માટલું મૂકવા એક રીંગ, બે વાડકી ખાંડ, ગુલાબના પાંદડા, પિસ્તા, બદામ કતરેલી.

વિધિ - સૌ પ્રથમ જામેલું ઘી લઈને એક વાસણમાં બરફના પાણે સાથે ભેળવી ખૂબ ફેંટો. લગભગ 5 મિનિટ પછી ઘી માંથી પાણી બહાર નીકળી જાય છે. પાણી નિતારીને તેમાં થોડો થોડો કરીને મેંદો નાખીને ફેંટો. ભજીયાથી પણ પાતળુ ખીરું તૈયાર થઈ જાય છે.

એક નાનકડી કઢાઈમાં માટલું મુકવાની રીંગ મુકો. તેમાં ઘી નાખીને ગરમ કરો. જ્યારે ઘી સારી રીતે ગરમ થઈ જાય ગ્યારે રીંગની વચ્ચે ધીરે ધીરે મેંદાનું ખીરું રેડતાં જાવ. રિંગ લગભગ અડધી ડૂબેલી હોવી જોઈએ. જ્યારે થોડી બદામી થવા માંડે, ત્યારે એક તારના મદદથી ઘેવરને ઉઠાવી લો. તેના પર 3-4 વાર દોઢ તારની ગરમ ચાશની નાખો. તેમાં ગુલાબની પાંદડીઓ, બદામ, પિસ્તાથી સજાવો. ઈચ્છા હોય તો ચાંદીની વરક પણ લગાવી શકો છો.