1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

ચમચમ બોલ

ચમચમ બોલ
W.D
સામગ્રી - 500 ગ્રામ માવો, 200 ગ્રામ દળેલી ખાંડ, 8-9 કેસરના રેસા, અડધો કપ નારિયળનુ છીણ.

સજાવવા માટે - 1 મોટી ચમચી ઝીણી કતરેલી પિસ્તા

બનાવવાની રીત - કેસરને એક નાની ચમચી પાણીમાં પલાળીને ઘૂંટી લો. માવાને થોડો સેકી લો.

ઠંડો થયા પછી હાથથી મેશ કરીને ચીકણો કરો. તેમા દળેલી ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરો. હવે આ માવામાંથી 1/4 ભાગ જુદો કાઢી મૂકો. અને તેમા કેસર મિક્સ કરો જેથી પીળા રંગનો થઈ જાય. આ મિશ્રણના નાના નાના બોલ બનાવી લો.

બાકીના સફેદ ભાગની ગોલ ચમચમ બનાવી લો. તેને આંગળીથી દબાવીને તેમા પીળા બોલ મૂકો અને હળવેથી બંધ કરો.

આ રીતે બધા ચમચમ બનાવી લો. એક પ્લેટમાં નારિયળનુ છીણ ફેલાવો અને તેમા ચમચમ રગદોળી દો. પીરસતી વખત ઉપરથી પિસ્તા ભભરાવો.
About Writer
વેબ દુનિયા