ચોકલેટી ઘૂઘરા
N.D
બનાવવાની રીત - મેંદામાં ઘી નુ મોણ નાખીને પાણીની મદદથી સખત લોટ બાંધી લો. એક કડાહીમાં માવો સેકી લો. ઠંડો થયા પછી તેમા કોકો પાવડર, દળેલી ખાંડ, બદામ એસેંસ, અને ચોકલેટ ચિપ્સ નાખીને ભરવાનો માવો તૈયાર કરો. ગૂંથેલા મેંદાનો લૂઓ બનાવો. દરેક લોઈ પાતળી વણો. તેના પર ચોકલેટ માવો ભરીને ઘૂઘરાનો આકાર આપી દો. તેને ગરમ ઘી માં ગુલાબી તળી લો. લો તૈયાર છે ચોકલેટ ઘૂઘરા. આને ચોકલેટ સોસથી સજાવીને સર્વ કરો.
