1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

જયપુરી બાલૂશાહી

વાનગી
N.D
સામગ્રી - 250 ગ્રામ મેંદો, 1 કપ સાકર, 1/2 કપ દહી, 1 નાની ચમચી નમક, મોણ અને તળવા માટે ઘી, 1/2 ચમચી એલચીનો પાવડર, સજાવવા માટે કતરેલી બદામ, સક્કરટેટી બીયાં અને વર્ક.

બનાવવાની રીત - મેંદામાં મીઠું નાખીને તેને ચાળી લેવું અને તે પછી 50 ગ્રામ ઘી અને 1/2 કપ દહી મેળવીને ગુંથી લેવું. હવે તેના નાના લૂઆં બનાવીને દરેક લૂઆંને થોડું ચપટું કરીને વચ્ચેથી તેને દબાવવું.

છી એક કડાહીમાં ઘીને ગરમ કરવા માટે મૂકવું અને બનેલાં ગોરણાંઓને તેમાં હલ્કા બદામી થવા સુધી તળવું. હવે સાકરની એકતાર ચાસણી બનાવીને તેમાં એલચીનો પાવડર મેળવી લેવું અને તે પછી તળેલી બાલૂશાહીઓ તેમાં નાખી દેવી. આ રીતે અડધાં કલાકની માટે તેને મૂકીને ચારણી વડે ચાળી લેવું, જેથી વધારાની ચાસણી નિતરી શકે.

આ રીતે તૈયાર બાલૂશાહીને તમે છેલ્લી વખતે પીરસતાં પહેલાં તેના પર મેવાઓ નાખીને તેને પરોસી શકો છો.