1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

પનીર પેંડા

વેજ
W.D
સામગ્રી : ૨૦૦ ગ્રામ તાજુ પનીર, ૧૫૦ ગ્રામ માવો, ૧ કપ દૂધ, ૨ ટી સ્પૂન ઘી, ૨ ટીસ્પૂન આરાલોટ, ૧/૨ ટીસ્પૂન કેસર, ૧/૨ ટી સ્પૂન એલચી પાવડર, ૧૦-૧૫ બદામ, ૧ કપ દળેલી ખાંડ

બનાવવાની રીત :- દૂધને ગરમ કરવા મૂકો. તેમાં માવો ખમણીને મિક્સ કરો અને તેને ધીમા તાપે પાંચ મિનિટ હલાવો પછી તેમાં આરાલોટ ૧.૫ કપ પાણીમાં મિક્સ કરીને તે નાખો અને પછી પનીર ખમણીને તેમાં મિક્સ કરો અને ધીમા તાપે તેને હલાવતા રહો. ઘટ્ટ થવા માંડે એટલે તેમાં ખાંડ તથા કેસર મિક્સ કરી ફરી બરાબર હલાવતા રહો. હવે તેમા ઘી નાખો. જ્યારે મિશ્રણ સાઈડ છોડવા લાગે ત્યારે તાપ બંધ કરી તેમાં એલચી મિક્સ કરી તેના ગોળ પેંડા વાળી વચ્ચે બદામ કતરી ભભરાવી સર્વ કરો.
About Writer
વેબ દુનિયા