1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

પનીરની ખીર

વાનગી
N.D
સામગ્રી - પનીરના ટુકડા 1 વાડકી, ખાંડ 2 કપ, ઈલાયચી પાવડર 1 ચમચી, બદામ સજાવવા માટે, દૂધ દોઢ લીટર, દૂધ મલાઈ અડધી વાડકી, કેસર 2 ચપટી.

બનાવવાની રીત - દૂધમાં ખાંડ મિક્સ કરીને ઉકાળો અને ઘટ્ટ કરો. પનીરને નાના-નાના મનપસંદ ટુકડામાં કાપી લો. ઉકળતા દૂધમાં નાખી દો. ધીરે ધીરે એ રીતે હલાવો જેથી પનીર તૂટે નહી. 10 મિનિટ ધીમા તાપ પર ઉકાળી ગેસ બંધ કરો.

ઉપરથી મલાઈ, બદામ અને કેસરથી સજાવી સર્વ કરો.
About Writer
વેબ દુનિયા