1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

પાઈનેપલની બરફી

પાઈનેપલની બરફી
NDN.D
સામગ્રી- 2 કપ કાપેલું પાઈનેપલ. 1 ટી સ્પૂન ખાંડ, 1 કપ ઘી દાર માવો, 3/4 કપ ખાંડ, ઈલાયચી, કેશર, એક ટીપુ પીળો રંગ

વિધિ - પાઈનેપલને એક વાડકામાં નાખી ઉપરથી ખાંડ ભભરાવી કુકરના તળિયે 200 મિ.ગ્રામ પાણી મુકો અને પાઈનેપલને વાડકામાં મુકો 20 થી 25 મિનિટ પછી ઉતારી લો. હવે તેને ઠડુ કરો, ઠંડુ થયા પછી તેને મિક્સીમાં ફેરવી લો. સૂપની ચારણીથી ચાળી લો, પલ્પ તૈયાર છે.

આને નોનસ્ટિક કે સ્ટીલની કઢાઈમાં જ બનાવો. કઢાઈમાં પાઈનેપલના પલ્પ અને ખાંડ નાખી તેને હલાવતાં રહો, જાડું થાય ત્યાં સુધી થવા દો. બીજી કઢાઈમાં માવો સેકો.

માવાની ગાંઠો વળે ત્યાં સુધી માવો સેકીએ. હવે માવાને પાઈનેપલ મિક્સમાં ભેળવી દો. અને બંને સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી સેકો. હવે એક ચોરસ ટ્રેમાં ઘી લગાવી આ મિક્સને ફેલાવો. ઉપરથી કાપેલા પિસ્તા અને કેશર નાખો. રંગ ઈચ્છા હોય તો એક ટીપુ નાખી દો. ચપ્પુ વડે મનપસંદ આકારમાં કાપીને સર્વ કરો.
About Writer
વેબ દુનિયા