પિસ્તા રસમલાઈ
|
બનાવવાની રીત - પનીરમાં રવો નાખીને થોડુ મુલાયમ થતા સુધી સેકી લો અને તેને લીંબૂનો આકાર આપી દો.
એક લીટર પાણી અને ખાંડ ભેળવીને ઘટ્ટ ચાસણી બનાવી લો. પનીરન ગોળાને થોડા ચપટા કરી લો અને ચાસણીમાં નાખી દો. 15 મિનિટ ઉકળવા દો.
દૂધને ગેસ પર ચઢાવી 20 મિનિટ ઉકાળો જેથી અડધુ રહીને ઘટ્ટ થઈ જાય. બચેલી ખાંડ, ઈલાયચી પાવડર મિક્સ કરો અને ખાંડ એકદમ ઓગળે ત્યાં સુધી બાફો. ચાસણીમાં નાખેલી રસમલાઈને કાઢી દૂધમાં નાખો. ગેસ પરથી દૂધને હટાવો અને ઠંડુ થવા દો. ઠંડુ થાય પછી પિસ્તાના ટુકડાથી સજાવો.