માવાની પૂરી
|
બનાવવાની રીત - બદામ-પિસ્તા છોલીને ઝીણા કાપી લો. કેશર ખૂબ ઝીણી કાપી લો. ઈલાયચીનો ચૂરો કરી લો. કેસર એકદમ ઝીણી ચૂરી લો. સાકરને ચણાની દાળ જેવા બારીક ટુકડા કરી લો. માવો મસળી લો. તેમા મેવો, સાકર ઈલાયચી અને કેસર ભેળવી લો. તેના 8 ભાગ કરી લો.
મેંદામાં ઘી નુ મોણ નાખી કડક ગૂંથી લો. આની 16 લોઈ બનાવી લો. દરેક લોઈને 3 ઈંચ ગોળ પાતળી વણી લો. એક પૂરી પર 1 ભાગ મસાલો મૂકીને બીજી પૂરીથી ઢાંકી લો. કિનારાઓને આંગળીથી વાળીને ડીઝાઈન બનાવી લો.
ખાંડની એક તારી ચાસણી બનાવી લો. ઘી ગરમ કરી ધીમા ગેસ પર ગુલાબી રંગની તળી લો અને કઢીઈમાંથી કાઢીને તરત ગરમ ચાસણીમાં નાખો. પલટાવીને પલટાવીને 15-20 મિનિટ ચાસાણીમાં મૂકી રાખો. કાઢીને વરખ લગાવી દો.