મેંગો લસ્સી N.D સામગ્રી : કેરીનો પલ્પ 300 ગ્રામ, અડધો કીલો તાજુ દહી, અડધી વાટકી ખાંડ, અડધી ચમચી ઈલાયચીનો પાવડર અને થોડોક બરફ. વિધિ : દહી, કેરીનો પલ્પ, બરફ અને ખાંડને મિક્સમાં નાંખીને ક્રશ કરી લો. ઉપરથી ઈલાયચીનો પાવડર નાંખો અને બરફના ટુકડા નાંખીને સર્વ કરો.