1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

રબડી લચ્છાવાળી

મીઠાઈ
N.D
સામગ્રી - મલાઈવાળુ જાડુ દૂધ 2 લીટર, ખાંડ 250 ગ્રામ, ઈલાયચી પાવડર 1 ચમચી, થોડી કેસર, એક વાડકી ઝીણા કાપેલા મેવા.

બનાવવાની રીત - દૂધમાં કેસર નાખીને ધીમા તાપ પર ચઢાવો, અને તેની ઉપર એક મોટી ચમચી મૂકી દો. જ્યારે દૂધમાં મલાઈ આવવા માંડે તેને ચમચી પર નાખો. દૂધ અડધુ રહી જાય ત્યારે તેમાં ઈલાયચી પાવડર, ઝીણા કતરેલા મેવા નાખી સારી રીતે મિક્સ કરો. હવે ચમચી ઉપરની બધી મલાઈને તૈયાર દૂધમાં ભેળવી દો. તૈયાર છે લચ્છેદાર રબડી. આ રબડીને ફ્રીજમાં ઠંડી કરી સર્વ કરો.
About Writer
વેબ દુનિયા