શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

રબડી વિથ સ્વીટ બોલ્સ

N.D
સામગ્રી - દૂધ 1 લીટર, પનીર છીણેલુ એક કપ, મેંદો બે ચમચી, ખાંડ બે કપ, 5-6 બદામની કતરન, એલચીનો પાવડર બે ચમચી, પિસ્તાના ટુકડા 4 ચમચી, કેસર 15-20 રેસા.

બનાવવાની રીત - એક બાઉલમાં ખાંડ નાખીને તેમાં ખાંડ ડૂબે તેટલુ પાણી નાખી તેની એકતારી ચાસણી બનાવો, થોડુ દૂધ નાખી મેલ કાઢી લો. પનીરમાં મેંદો નાખી બરાબર મસળી લો. તેની નાની નાની ગોળીઓ વાળો, તૈયાર કરેલી ચાસણીમાં પનીરની ગોળીઓ ડૂબાડી દો. પાંચ મિનિટ માટે ઉકાળો. હલાવશો નહી. ગોળીઓ ફૂલી જશે. હવે બીજા વાસણમાં દૂધ લઈને તેને ઉકાળો. થોડુ ઘટ્ટ થાય કે ચાસણીમાં ડૂબાડેલી ગોળીઓ ઠંડી કરીને તેમાં નાખો. ચાસણીને પણ ઠંડી કરીને તેમા નાખો. હવે બાકીની બધી સામગ્રીથી ઉપરથી ભભરાવીને રબડીને ફ્રિજમાં ઠંડી થવા મુકી દો.