1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

રસીલા સમોસા

રસીલા સમોસા
N.D
સામગ્રી - 150 ગ્રામ માવો, 200 ગ્રામ ખાંડ, 250 ગ્રામ મેંદો, 10 ગ્રામ પિસ્તા, 10 ગ્રામ કાજૂ, 10 ગ્રામ બાદામ, 5 ગ્રામ ઈલાયચી પાવડર, અડધી ચમચી બેકિંગ પાવડર, અને તળવા માટે ઘી.

વિધિ - મેંદામાં બેકિંગ પાવડર નાખીને ચાળી લો. પછી તેમાં થોડુ મોણ નાખીને લોટ બાંધી લો. ખાંડની એક તારની ચાસણી બનાવી લો. તેમા ઈલાયચી પાવડર ભેળવીને રાખી લો. માવાને હાથથી મસળીને એક બે મિનિટ શેકી લો. ગરમ માવામાં જ બધો સૂકોમેવો નાખી દો.

મેંદાની લોઈ બનાવી રોટલીની જેમ પાતળુ વણી લો તેના ચાકુથી વચ્ચેથી બે ભાગ કરો.

હવે દરેક ભાગમાં મેવાનુ મિશ્રણ ભરીને સમોસાનો આકાર આપી દો. કિનારો સારી રીતે બંધ કરો. ઘી ગરમ કરીને ધીમા તાપે સોનેરી રંગના તળી લો.

હવે બધા સમોસા ચાસણીમાં નાખીને બે મિનિટ ગેસ પર થવા દો. જ્યારે સમોસામાં રસ ભરાય જાય ત્યારે કાઢીને સર્વ કરો.
About Writer
વેબ દુનિયા