1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

રોઝ કસ્ટર્ડ

રોઝ કસ્ટર્ડ
N.D
સામગ્રી - દૂધ 1 લીટર, ખાંડ 250 ગ્રામ, કસ્ટર્ડ પાવડર (રોઝ) 2 ટી સ્પૂન, દાડમના દાણા 1/4 કપ, સ્ટ્રોબેરી 1/4 કપ, રોઝ એસેંસ, રોઝ આઈસક્રીમ 200 ગ્રામ.

બનાવવાની રીત - કસ્ટર્ડ પાવડરને થોડા દૂધમાં મિક્સ કરો. બાકીનુ દૂધ ઉકાળો અને ધીરે ધીરે કસ્ટર્ડનુ મિશ્રણ ઉમેરતા જાવ, બરાબર હલાવો. ખાંડ મિક્સ કરો. ઘટ્ટ થાય કે ઉતારી લો અને ઠંડુ કરીને ફેંટી લો. 2 કલાક ફ્રિજમાં ઠંડુ કરવા મુકો. દાડમ, સ્ટ્રોબેરી, દ્રાક્ષ, સમારેલુ સફરજન વગેરે નાખો. ગ્લાસમાં કસ્ટર્ડ નાખો. સ્કૂપ વડે આઈસ્ક્રીમ નાખો. રોઝ એસેંસ છાંટો અને ગુલાબના પાન નાખીને સર્વ કરો.
About Writer
નઇ દુનિયા