સંતરાની ખીર
|
બનાવવાની રીત - સૌ પહેલા તમે એક જાડા તળિયાનુ તપેલુ લો. તેમા દૂધ નાખીને ઘીમા તાપ પર ત્યાં સુધી ઉકાળો જ્યા સુધી દૂધ સારી રીતે ઘટ્ટ ન થઈ જાય.
દૂધ સારી રીતે ઘટ્ટ થઈ ગયા પછી તેને ગેસ પરથી નીચે ઉતારીને તેમા ઈલાયચીનો પાવડર નાખી દો. ત્યારબાદ, સ્વીટનર નાખીને ઠંડુ થવા મૂકી દો.
હવે તમે સંતરાની ફાંકને છોલીને બીજ કાઢી લો અને તેના ટુકડા તૈયાર કરી લો થોડી ફાંકો જુદી મૂકી દો અને બચેલી ફાંકોને દૂધમાં ભેળવીને સમગ્ર મિશ્રણને એક બાઉલમાં ભરીને ફ્રીજમાં મૂકી દો. સારી રીતે ઠંડી થયા પછી બચેલી આખી ફાંકોથી સજાવીને ઠંડી ઠંડી પીરસો.