શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By વેબ દુનિયા|

સ્વાદિષ્ટ કેરીના માલપુઆ

P.R
સામગ્રી : 500 ગ્રામ તાજી પાકી કેરી, 250 ગ્રામ મેંદો, 100 ગ્રામ માવો, 5-6 કેસરના લચ્છા, ચપટી ઇલાયચી પાવડર, તળવા માટે ઘી, 350 ગ્રામ ખાંડ ચાસણી માટે.

બનાવવાની રીત : કેરીને છોલીને તેનો રસ કાઢી લો. હવે આ રસમાં મેંદો અને માવો નાંખીને મિક્સ કરી લો. ખાંડમાં પાણી નાંખીને ચાસણી બનાવી દો. તેમાં કેસર, ઇલાયચી પાવડર નાંખો.

હવે એક ફ્રાઇંગ પેનમાં ઘી ગરમ કરો. તેની ઉપર કેરીનું મિશ્રણ થોડું થોડું કરીને નાંખો. મિશ્રણને પેન પર ફેલાવી દો. ધીમી આંચ પર શેકાવા દો. વ્યવસ્થિત શેકાઇ જાય એટલે પેન પરથી ઉતારી તૈયાર કરેલી ખાંડની ચાસણીમાં નાંખો. ચાસણીમાંથી કાઢીને ગરમા-ગરમ સર્વ કરો. આ માલપુઆ તમે ઠંડા કરીને પણ ખાઇ શકો છો.