સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: સોમવાર, 3 ડિસેમ્બર 2018 (08:23 IST)

આજે જ ચેક કરો તમારું પર્સ, પર્સમાં આ 7 વસ્તુ ક્યારે ન મૂકવી જોઈએ

સામાન્ય રીતે લોકોનુ કહેવુ હોય છે કે આ વસ્તુ મારી માટે લકી છે અને આ વસ્તુ અનલકી છે. તેની પાછળ નકારાત્મક અને સકારાત્મક ઉર્જા હોય છે. જે શુભ-અશુભનો એહસાસ કરાવે છે.  તેનો પ્રભાવ તમારા પર્સ કે ખિસ્સા પર પણ પડી શકે છે. કેટલાક લોકો સવારે ઘરેથી નીકળતી વખતે નોટોથી ભર્યુ પર્સ લઈને નીકળે છે પણ સાંજે તેમના પર્સમાં થોડા સિક્કા જ બચેલા દેખાય છે.  આ પણ એક વાસ્તુ દોષ હોઈ શકે છે.   પર્સમાં પૈસા ઉપરાંત બિનજરૂરી સામાન ન મુકવો જોઈએ. જેવા કે ચાકુ, ફાટેલી નોટ, કાતર, જૂના બિલ, વિઝિટિંગ કાર્ડ, મૃત વ્યક્તિઓનો ફોટો, જંગલી જાનવર, બિનજરૂરી કાગળ, દવાઓની જૂના કાગળ, ધાર્મિક વસ્તુ, દેવી-દેવતાઓના ફોટા અને દવાઓ.  આવક વધારવામાં આ બધી વસ્તુઓ અવરોધ સમાન છે અને રાહુનો અશુભ પ્રભાવ પણ વધી જાય છે. શ્રી રામાયણમાં કહેવામાં આવ્યુ છે કે લાલચી વ્યક્તિ પાસે ક્યારેય ધન નથી આવતુ. તેથી ક્યારેય લાલચ કરશો નહી. 

આ વસ્તુઓ પર્સમાં ક્યારે ન મૂકવી ... 
ચાકુ, ફાટેલી નોટ, કાતર, જૂના બિલ, વિઝિટિંગ કાર્ડ, મૃત વ્યક્તિઓનો ફોટો, જંગલી જાનવર, બિનજરૂરી કાગળ, દવાઓની જૂના કાગળ, ધાર્મિક વસ્તુ, દેવી-દેવતાઓના ફોટા અને દવાઓ.  
 
- પર્સમાં ગંદકી ન ફેલાવવી જોઈએ. સામાન વ્યવસ્થિત મુકવો જોઈએ 
- શ્રીયંત્ર કે મા લક્ષ્મીની બેસેલી મુદ્રામાં કાગળની તસ્વીર મુકો. ખિસ્સુ હંમેશા ભરેલુ રહેશે. 
- પર્સને પેંટના પાછળના ખિસ્સામાં ન મુકવુ જોઈએ તેનાથી લક્ષ્મી નારાજ થઈ જાય છે. 
- ફાટેલા જૂના કે ગંદા પર્સ શનિના અશુભ પ્રભાવને વધારે છે. ધનને ક્યારેય પણ વધવા દેતુ નથી. 
- પર્સને પોતાના સાથે અપવિત્ર સ્થાન પર લઈને ન જશો, નહી તો આર્થિક સમસ્યા ક્યારેય ખતમ નહી થાય.