ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

ઈંટરવ્યુમાં પહેરીને જાવ આ કલરનું શર્ટ, નોકરી થશે પાક્કી અને મળશે મોટુ પેકેજ

સારી જોબની ઈચ્છા દરેક વ્યક્તિને હોય છે. દરેક ઈચ્છે છે કે તે સારી નોકરી કરે અને વધુ પૈસા કમાવે. પણ દરેક વ્યક્તિનુ નસીબ એક જેવુ નથી હોતુ. કેટલાક લોકો ખૂબ જ સહેલાઈથી સારી જોબ મેળવી લે છે. તો કેટલાક લોકોને પોતાના ફીલ્ડ સાથે જોડાયેલ માહિતી, આઈક્યુ લેવલ, કૉન્ફીડેંસ હોવા છતા પણ સારી નોકરી મળતી નથી. શુ તમે ક્યારેય વિચાર્યુ છે કે તમારી કિસ્મતનો સંબંધ તમારા કપડા સાથે હોય છે.  જી હા રંગોનુ આપણા જીવનમાં ખૂબ મહત્વ છે.  તેનાથી આપણી જીંદગી, સ્વભાવ અને આદતો બધા પર અસર પડે છે. તમારા કપડા તમને સારુ ભવિષ્ય આપી શકે છે. આવો જાણીએ કયા રંગના કપડા પહેરવાથી કમાણીમાં બરકત થાય છે. 
 
ગુલાબી રંગ - આમ તો ગુલાબી રંગને છોકરીઓ સાથે જોડીને જોવામાં આવે છે. તમે અપ્ણ અનેકવાર લોકોને એવુ કહેતા સાંભળ્યા હશે કે આ તો છોકરીઓનો રંગ છે. મોટાભાગના છોકરા આ રંગથી બચતા જોવા મળે છે. જ્યોતિષમુજબ ગુલાબી રંગના કપડા છોકરાઓ માટે ખૂબ જ શુભ હોય છે  ગુલાબી રંગનો સંબંધ સૂર્ય સાથે છે અને સૂર્ય સફળતાનુ પ્રતિક છે. આ સાથે જ જે લોકો ગુલાબી રંગના કપડા પહેરે છે તેમની અંદર વધુ આત્મવિશ્વાસ હોય છે. 
 
સફેદ રંગ - સફેદ રંગના કપડા પહેરનારા લોકોને કોઈ વસ્તુ મેળવવા માટે વધુ મહેનત કરવી પડતી નથી. સફળતા ખુદ તેમની પાસે દોડી આવે છે. આ રંગના કપડા પહેરનારાઓને ક્યારેય પૈસાનીએ કમી રહેતી નથી. તો આગામી વાર ઈંટરવ્યુ આપવા જાવ તો સફેદ રંગની જ શર્ટ પહેરીને જાવ. તમને જરૂર સફળતા મળશે. 
 
પરપલ કલર - પરપલ રંગ પર ગુરૂ અને શનિની એક સાથે અસર પડે છે. આપણા જીવનમાં ગુરૂ અને શનિની ભૂમિકા જ આપણને સફળતા અપાવે છે. પરપલ રંગની શર્ટ પહેરનારા લોકોને નોકરીમાં ખૂબ જલ્દી પ્રમોશન મળે છે. 
 
લાલ રંગ - લાલ રંગ મંગળનુ પ્રતિક છે. તેથી આ રંગ ખૂબ શુભ માનવામાં આવે છે. લાલ રંગના કપડા પહેરનારા લોકોને ખૂબ પ્રેમ મળે છે.  આવા લોકો પોતાનુ કામ પૂર્ણ જોશ સાથે કરે છે અને તેમને સફળતા પણ મળે છે.