રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: શનિવાર, 7 એપ્રિલ 2018 (17:08 IST)

8 એપ્રિલના રોજ બનશે દુર્લભ યોગ, તમે થશો માલામાલ

8 એપ્રિલના રોજ વૈશાખ મહિનાની અષ્ટમી તિથિ છે. તેને કાલાષ્ટમી કહેવામાં આવે છે. રવિવારના કારક દેવ કાળભૈરવ છે. આ દિવસે આ પર્વ આવવાથી દિવસ અને રાત બંનેનુ મહત્વ વધી જાય છે. આ યોગ મંગલસૂચક છે. દૈત્ય ગુરૂ શુક્ર ગ્રહ મેષ રાશિમાં અને દેવ ગુરૂ બૃહસ્પતિ તુલા રાશિમાં એકબીજાની સામ સામે રહેશે.  આ સ્થિતિમાં કરવામાં આવેલ તંત્ર શક્તિઓનો પ્રયોગ તરફ શુભ ફળ આપે છે.  તાંત્રિકો માટે આ રાત્રિ ખૂબ ખાસ હોય છે. તેઓ તંત્ર ક્રિયાના માધ્યમથી અભિષ્ટ સિદ્ધિયો મેળવે છે.  આ રાત્રે કરવામાં આવેલ જાદૂ ટોના, તંત્ર-મંત્ર, વશીકરણ અને રહસ્યમયી વિદ્યાઓની કાટ મેળવવી મુશ્કેલ થાય છે.  સતર્કતા સાથે આ સિદ્ધિયોને અંજામ આપવામાં આવે છે.  નનાકડી ભૂલ મોટી સમસ્યાઓ ઉભી કરી શકે છે.  તમે પણ આ દુર્લભ યોગનો લાભ ઉઠાવો અને ઘર જ કેટલાક અચૂક ઉપાય કરીને વેપારની ધીમી ગતિને વધારી શકો છો. 
 
-  સૂર્યાસ્ત પછી આખી અડધ, લાલ ફુલ, લાલ મીઠાઈ, એક લોટો જળ અને લીંબૂ બાબા કાળભૈરવને અર્પિત કરો. 
 
- રાત્રે બાબા કાળભૈરવને સવા સો ગ્રામ આખી કાળી અડદ અર્પિત કરો. પછી ફૂલ, માળા અને દિવો પ્રજવલ્લિત કરીને પૂજા કરો. આ સાથે ભૈરવ બાબાના આ મંત્રનો જાપ કરો. આવુ કરવાથી બધા કષ્ટોથી મુક્તિ મળી જશે.  પૂજન સમાપ્ત થયા પછી અડદમાંથી 11 દાણા કાઢો અને તમરી દુકાન અથવા કાર્યસ્થળ પર વિખેરી દો. 
 
ૐ ભ્રં કાળ ભૈરવાય ફટ 
ૐ હં ષં નં ગં કં સં ખં મહાકાલ ભૈરવાય નમ:
ૐ ભયહરણં ચ ભૈરવ
 
 
આ ઉપરાંત શત્રુઓથી મુક્તિ માટે આ મંત્રનો જાપ કરો 
 
ૐ હ્રીં બટુકાય આપદુર્દ્ધારણાય કુરુકુરુ બટુકાય હ્રીં