1. ધર્મ
  2. તહેવારો
  3. હનુમાન જયંતિ
Written By

હનુમાન જયંતિ ટોટકા ખાસ ફળ આપે છે.

hanuman jayanti 2016
હનુમાન જયંતિનો દિવસ હનુમાન અને મંગળ દેવને પ્રાર્થના કરવાનો વિશેષ દિવસ છે. ઇચ્છા પૂર્ણ કરવા હનુમાનજીના આ ટોટકાની શરૂઆત હનુમાન જયંતિથી કરી દરેક મંગળવારે કરવાથી મનની ઈચ્છા પૂર્ણ થાય છે.

એવુ કહેવાય છે કે આ યુગમાં હનુમાનજીની પૂજા કરવાથી ઈચ્છા જલ્દી પૂર્ણ થાય

જીવન સંબંધિત બધી સમસ્યાઓ દૂર કરવા માટે આ ટોટકા અજમાવી જુઓ

વધુ આગળ 

 
W.D

- માનસિક બીમાર વ્યક્તિની સેવા હનુમાન જયંતિના દિવસે અને ત્યારપછીના મહિનામાં કોઈપણ એક મંગળવારે કરવાથી તમારો માનસિક તણાવ કાયમ માટે અદૃશ્ય થઈ જશે.

હનુમાન જયંતિના દિવસે અને પછી વર્ષમાં કોઇ પણ એક મંગળવારે રક્ત દાન કરવાથી અકસ્માત ટાળી શકાય છે.

હનુમાન જયંતિના દિવસે અને મંગળવારે 'ૐ ક્રાં ક્રિઁ ક્રોં સ: ભૌમાયની એક માળા કરવી શુભ હોય છે .

હનુમાન જયંતિના દિવસે દેશી ઘીના 5 રોટલાનો ભોગ લગાવવાથી દુશ્મનોથી મુક્તિ મળે છે.

વ્યાપાર માં વૃદ્ધિ માટે હનુમાનજીને સિંદૂરી રંગની લંગોટ પહેરાવો.
વધુ આગળ 

 
W.D

હનુમાન જયંતિના દિવસે મંદિરની છત પર લાલ ધ્વજ ચઢાવો અને આકસ્મિક સંકટોથી મુક્તિ મેળવો.

તેજ અને શક્તિ વધારવા માટે હનુમાન જયંતિ પર હનુમાન ચાલીસા, બજરંગ બાણ, સુંદરકાંડ, રામાયણ, રામ સંરક્ષણ સ્ત્રોતનો પાઠ કરવો.
ભય દૂર કરવા હનુમાનજીનો વિશેષ મંત્ર આગળ 
હનુમાનજીનું નામ સાંભળતા જ દરેક પ્રકારનો ભય પોતાની રીતે જ દૂર થઈ જાય છે. જો આપને પણ ભય સતાવે છે તો હનુમાન જયંતિના દિવસે નીચે લખેલ મંત્રનો વિધિ-વિધાનથી જપ કરો. આ મંત્ર જપથી દરેક પ્રકારનો ભય દૂર થાય છે.  

મંત્ર – अंजनीर्ग सम्भूत कपीन्द्रसचिवोत्तम। राम प्रिय नमस्तुभ्यं हनुमते रक्ष सर्वदा।।

જપ વિધિ -  સવારે વહેલા ઉઠીને સર્વ પ્રથમ સ્નાનાદિનિત્ય કર્મથી નિવૃત્ત થઈને સ્વચ્છ વસ્ત્ર પહેરો,
- તમારા માતા-પિતા, ગુરુ, ઈષ્ટ તથા કુળ દેવતાને નમન કરી કુશનું આસન ગ્રહણ કરો.
- પારદ હનુમાન પ્રતિમાની સામે આ મંત્રનો જપ કરશો તો વિશેષ ફળ મળી શકે છે.
- જપ માટે લાલ અકિકની માળાનો પ્રયોગ કરો