બુધવાર, 29 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

આ એક વસ્તુથી શક્ય છે દરેક સમસ્યાનુ સમાધાન

તંત્ર શાસ્ત્રમાં અનેક વસ્તુઓનો પ્રયોગ કરવામાં આવે છે. આવી જે એક તાંત્રિક વસ્તુઓ છે કોડિયો. આ સમુદ્રમાંથી નીકળે છે અને સજાવટના કામમાં વપરાય છે. તંત્ર શાસ્ત્ર હેઠળ ધન પ્રાપ્તિ માટે કરવામાં આવેલ અનેક ટોટકામાં આનો ઉપયોગ કરવામાં આવે છે. કોડીયોના ટોટકા આ પ્રકારના છે. 
 
1. જો પ્રમોશન ન થઈ રહ્યુ હોય તો 11 કોડીઓ લઈને કોઈ લક્ષ્મી મંદિરમાં અર્પિત કરી દો. તમારા પ્રમોશનના દ્વાર ખુલી જશે. 
 
2. જો દુકાનમાં બરકત ન થઈ રહી હોય તો દુકાનના ગલ્લામાં 7 કોડીયો મુક્કો અને સવાર સાંજ તેની પૂજા કરો. ચોક્કસ બરકત થવા માંડશે. 
 
3. જો તમે નવુ ઘર બનાવડાવી રહ્યા છે તો તેના પાયામાં(નીવ) 21 કોડીઓ નાખી દો. આવુ કરવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહી રહે અને ઘરમાં સુખ-શાંતિ પણ કાયમ રહેશે. 
 
4. જો તમે નવી ગાડી ખરીદી રહ્યા છો તો તેના પર 7 કોડીયોને એક કાળા દોરામાં પરોવીને બાંધી દો.  તેનાથી વાહનના દુર્ઘટનાગ્રસ્ત થવાની સમસ્યા ઓછી થઈ જશે. 
 
5. જો તમે ક્યાક ઈંટરવ્યુ આપવા જઈ રહ્યા છો તો 7 કોડીઓની પૂજા કરીને તમારી સાથે લઈ જાવ. તેનાથી ઈંટરવ્યુમાં તમને ચોક્કસ સફળતા મળશે.