1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : બુધવાર, 6 એપ્રિલ 2016 (14:12 IST)

ઘરમાં લઈ આવો લાકડીની વાંસળી.. સુખ સંપદા આપમેળે જ આવી જશે

દુનિયાનો દરેક વ્યક્તિ એ જ ઈચ્છે છે કે તેના ઘરમાં સદા સુખ-શાંતિ કાયમ રહે. ઘરના બધા સભ્ય સ્વસ્થ અને ખુશહાલ જીવન જીવે. ધન અને અન્નની કોઈ કમી ન રહે. પણ ક્યારેક ને ક્યારેક એક નજીવા કારણોસર અજાણતા જ કંઈક ને કંઈક સમસ્યા આવી જ જાય છે.  અને તમે માનો કે ન માનો પણ આ સમસ્યાઓનુ જડ ક્યાક ને ક્યાક તમારા ઘરમાં જ પહેલાથી હાજર નકારાત્મક ઉર્જા જ હોય છે. જે કારણસર ન સમસ્યાઓ દૂર થાય છે કે ન તો તેની જાણ થઈ શકે છે.  જો તમને પણ આવી જ કેટલીક સમસ્યાઓ સામે લડવુ પડે છે તો આજે જ તમે તમારા ઘરમાં એક લાકડીની વાંસળી લઈ આવો. આ વાસ્તુ અને સકારાત્મક ઉર્જાનો ખૂબ જ સટીક ઉપાય છે. 
 
એવુ માનવામાં આવે છે કે જે ઘરમાં વાંસળી સ્થાપિત કરવામાં આવે છે એ ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણનો વાસ હોય છે અને તેમની ઉપસ્થિતિ જે ઘરમાં હોય ત્યા ક્યારેય સુખ સમૃદ્ધિ અને સૌહાર્દ ન હોય એવુ બની જ નથી શકતુ. ભગવાન પ્રેમના પ્રતીક છે આ કારણથી ઘરના સભ્યોમાં પણ પરસ્પર પ્રેમ કાયમ રહે છે.  શાસ્ત્રો અને વાસ્તુનુ માનીએ તો હર્ષ ઉલ્લાસને જીવનારા પ્રભુ શ્રીકૃષ્ણને વાંસળીથી સદૈવ ખૂબ જ વધુ પ્રેમ રહ્યો છે.  આ જ કારણે વાંસળીને પવિત્ર, શુભ, શાંતિ અને સમજદારીનું પ્રતિક સમજવામાં આવે છે. વાંસળીથી નીકળતો સ્વર પ્રેમ વર્ષા કરે છે. તેથી જે ઘરમાં વાંસળી હોય છે તેના સ્વર ગુંજતા રહે છે અને એ ઘરમાં પ્રેમ અને ઉત્સાહની કોઈ કમી નથી રહેતી. તો જો તમારા ઘરમાં પણ આવી સમસ્યાઓ મંડરાય છે તો ઘરમાં વાંસળી નથી તો તમારી આગામી શોપિંગ લિસ્ટમાં વાંસળીનો સમાવેશ જરૂર કરી લો. અને કોશિશ કરો કે વાંસળી લાકડીની હોય જેનાથી વધુ અને યોગ્ય લાભ પ્રાપ્ત થઈ શકશે. આશા કરીએ છીએ કે વાસ્તુનો આ ઉપાય તમારા ઘરમાં સદા ખુશીનો ધ્વનિ ફેલાવતો રહેશે.