શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. શિક્ષક દિન
Written By

Happy Teacher's Day 2021: કોરોનાકાળમાં આ રીતે કરો સેલિબ્રેટ શિક્ષક દિવસ, ટીચર્સનો ચેહરો ખીલી જશે.

ભારતમાં દર વર્ષે શિક્ષક દિવસ  (Teachers' Day) 5 સ્પ્ટેમ્બર  (5 September)ના રોજ ઉજવાય છે.  પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો સર્વપલ્લી રાધાકૃષ્ણનની વર્ષગાંઠ પર શિક્ષક દિનની ઉજવણી કરવામં આવે છે. . આ દિવસે, વિદ્યાર્થીઓ તેમની રીતે તેમના શિક્ષકો પ્રત્યેનો પ્રેમ અને આદર દર્શાવે છે. શિક્ષક દિન નિમિત્તે શાળાઓમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં ભાગ લે છે. જો કે, આ વર્ષે કોરોના વાયરસને કારણે, છેલ્લા ઘણા મહિનાઓથી શાળાઓ અને કોલેજો બંધ છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવી રહ્યાં છીએ કે વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ દિવસને કોરોના યુગમાં કેવી રીતે વિશેષ બનાવી શકે છે-
 
1. થેંક્યુ વિડિઓ બનાવીને-
 
આ વર્ષે,  શિક્ષક દિન પર વિદ્યાર્થીઓ શિક્ષકોના ચહેરા પર સ્મિત લાવવા માટે  થેંક્યુ  વિડિઓ બનાવી શકો છો.  આ વિડિયોમાં તમે તે બાબતો માટે આભાર પણ કહી શકો છો કે જેના માટે તમે તમારા શિક્ષકને કહેવામાં અચકાતા હોય.
 
2. સ્લાઇડશો
 
જો તમને વિડિઓને સંપાદિત કરવામાં મુશ્કેલી આવી રહી છે, તો ચિંતા કરશો નહીં. તમે તમારા શિક્ષકો માટે સ્લાઇડ શો પ્રસ્તુતિ પણ બનાવી શકો છો. આમાં, તમે તેમનો દરેક વાત માટે આભાર માની શકો છો. જેને તમે હજી સુધી કહી શક્યા નથી. બેશક તમારો સ્લાઇડશો જોઈને  તમારા શિક્ષક ભાવનાશીલ બનશે.
 
3. લેટર -
 
પ્રયત્નોની હંમેશા પ્રશંસા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમે તમારા શિક્ષકોને ભાવનાત્મક પત્રો લખી શકો છો. તમે આ પત્ર પોસ્ટ અથવા ઇમેઇલ દ્વારા તમારા શિક્ષકોને મોકલી શકો છો.
 
 
4  ડિજિટલ ગિફ્ટ કાર્ડ -
 
આ શિક્ષક દિવસ, તમે તમારા શિક્ષકોને ડિજિટલ ગિફ્ટ કાર્ડ આપી શકો છો. આ સમયે મોટાભાગનાં સ્થળોએ ડિલિવરી ઓપ્શન ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં, તમે તેમના પ્રિય પુસ્તકથી લઈને કંઈપણ મનપસંદ મીઠાઈ પણ મોકલી શકો છો.
 
5. ઑનલાઈન ક્લાસમાં એક્ટીવિટી - 
 
કોરોના કાળમાં ઓનલાઇન ક્લાસ ચાલી રહી છે. આવી સ્થિતિમાં તમે શિક્ષક દિવસના દિવસે તમારા શિક્ષકને સ્પેશ્યલ ફીલ કરાવવા માટે ઓનલાઇન વર્ગમાં કોઈ પ્રવૃત્તિ કરી શકો છો. આ માટે, તમે બાકીના વર્ગ સાથે યોજના બનાવી શકો છો.
 
6. શિક્ષકની જેમ તૈયાર થાવ 
 
શિક્ષક દિન પર ઓનલાઇન ક્લાસ દરમિયાન, બધા બાળકો તેમના શિક્ષકો જેવા વસ્ત્ર પહેરી શકે છે. પોતાના વિદ્યાર્થીઓને પોતાના જ  ડ્રેસઅપમાં જોવું ચોક્ક્સપણે શિક્ષકના ચહેરા પર સ્મિત લાવશે.
 
7. વર્ગની ખાટા-મીઠી યાદોને શેર કરો
 
શિક્ષક દિન પર, તમે વિદ્યાર્થીઓ ક્લાસ સાથે જોડાયેલી મીઠી યાદોને શેયર કરીને શિક્ષકને વિશેષ અનુભૂતિ કરાવી શકો છો. આ સિવાય જો તમને જુદા જુદા શિક્ષકની કોઈ આદત ગમતી હોય, તો તમે તેને પણ મેશન કરી શકો છો.
 
8. કવિતા-
 
શિક્ષક દિન પર, વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો માટે કવિતાઓ લખી શકે છે જેથી તેઓ વિશેષ અનુભવે. આ કવિતા તે ઓનલાઇન વર્ગમાં વાંચી શકે છે અને શિક્ષકનો આભાર માની શકે છે.
 
9. સિંગિગ -
 
દરેક શિક્ષક ઇચ્છે છે કે તેમના વિદ્યાર્થીઓ 5 સપ્ટેમ્બરના રોજ તેમને વિશેષ ફીલ કરાવે. આવી સ્થિતિમાં, તમે શિક્ષકને વિશેષ બનાવવા માટે સિંગિગ કરી  શકો છો.
 
10. સોશિયલ મીડિયા પર અભિનંદન સંદેશાઓ મોકલો
 
શિક્ષક દિન પર, વિદ્યાર્થીઓ ખાસ અનુભૂતિ કરવા માટે તેમના શિક્ષકોને સોશિયલ મીડિયા પર અભિનંદન આપી શકે છે. આ સિવાય તેઓ ટીચરની તસવીર પોતાના સ્ટેટસ પર શેયર કરી શકે છે