ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Modified: સોમવાર, 17 મે 2021 (08:05 IST)

ચાણક્ય નીતિ - બાળકોના ઉછેરમાં દરેક માતા-પિતાએ ધ્યાનમાં રાખવી આ 3 વાતો, બાળક હંમેશા બનશે સંસ્કારી અને સફળ

આચાર્ય ચાણક્યએ પોતાના ગ્રંથ નીતિ શાસ્ત્રમાં સંબંધોની ડોર ઉકેલવાની કોશિશ પણ કરી છે. આચાર્યએ અનેક સંબંધો સાથે જોડાયેલ સવાલોનો ઉકેલ બતાવ્યો છે. જેને આપણે મોટેભાગે શોધીએ છીએ. ચાણક્યએ બાળકોના સારા ઉછેર માટે માતા-પિતાને કેટલીક સલાહ આપી છે. દરેક માતા પિતાનુ કર્તવ્ય છે કે તે પોતાના બાળકોને સારુ શિક્ષણ આપે અને તેમનુ જીવન સુખમય બનાવે. ઉછેરમાં થોડી પણ બેદરકારી માતા-પિતાને ભારે પડી શકે છે અને બાળકોનુ જીવન ખોટી દિશામાં જઈ શકે છે. 
 
આચાર્ય ચાણક્ય કહે છે કે - 
 
પાંચ વર્ષ લૌ લાલિયે, દસ લૌં તાડન દેડ 
સુતહી સોલહ વર્ષ મે, મિત્ર સરસિ ગનિ લેડ 
 
ચાણકય કહે છે કે દરેક માતા-પિતાએ પોતાના બાળકોને પાંચ વર્ષ સુધી પ્રેમ અને લાડ કરવા જોઈએ.  જ્યારે સંતાન 10 વર્ષની થઈ જાય ત્યાર તે ખોટી આદતોના શિકાર થવા માંડે તો તેને દંડ પણ કરવો જોઈએ. જેથી બાળકનુ ભવિષ્ય સુરક્ષિત થઈ શકે  જ્યારે બાળક 18 વર્ષનુ થઈ જાય તો તેની સાથે મિત્ર જેવો વ્યવ્હાર કરવો જોઈએ. 
 
ચાણક્ય કહે છે કે માતાપિતાએ પાંચ વર્ષ સુધી બાળકો સાથે પ્રેમ અને સ્નેહથી વર્તવું જોઈએ. પ્રેમ અને સ્નેહને લીધે બાળકો ઘણીવાર ખોટી આદતોનો શિકાર પણ થઈ જાય છે. જો તેઓ માતાપિતાની વાતને પ્રેમથી ન માને તો પછી તેમને સજા કરીને યોગ્ય રસ્તો બતાવી શકાય છે. જ્યારે બાળક 16 વર્ષનુ થઈ જાય તો તેના પર હાથ ન ઉઠાવવો જોઈએ પરંતુ મિત્રોની જેમ વ્યવ્હાર કરવો જોઈએ. જેથી તમારુ બાળક પોતાના દિલની વાત તમારી સાથે શેર કરી શકે. ગુસ્સો કરવાથી કે મારવાથી બાળક ઘર છોડીને પણ જઈ શકે છે. આવામાં બાળક જ્યારે દુનિયાદારીને સમજવાનું શરૂ કરે છે ત્યારે તેની સાથે એક મિત્રની જેમ વ્યવ્હાર કરવો શ્રેષ્ઠ રહે છે.