ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Modified: ગુરુવાર, 13 મે 2021 (07:30 IST)

Chanakya Niti : દાંપત્ય જીવનને સુખમય બનાવવા માટે આ વાતો રાખો હંમેશા યાદ

આચાર્ય ચાણક્યની નીતિઓ આજના સમયમાં પણ કારગર સાબિત થાય છે. અનેક લોકો આચાર્ય ચાણક્યની નીતિઓનુ પાલન કરી સુખી જીવન વ્યતીત કરે છે. આચાર્ય ચાણક્ય મુજબ પતિ-પત્નીના સંબંધો પવિત્ર અને મજબૂત હોય છે. દાંપત્ય જીવનના કમજોર પડવા પર વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે  પતિ-પત્નીને દાંપત્ય જીવનને સફળ બનાવવા માટે આચાર્ય ચાણક્યની આ વાતોને હંમેશા યાદ રાખવી જોઈએ.  આ વાતોનુ ધ્યાન રાખવાથી દાંપત્ય જીવન ખુશીઓથી ભરાય જશે અને તમને જીવનમાં કોઈ પ્રકારની સમસ્યાનો સામનો નહી કરવો પડે. આવો જાણીએ દાંપત્ય જીવનને સુખમય બનાવવા માટે કંઈ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ 
 
પતિ-પત્નીનો સંબંધમાં પ્રેમ જરૂરી  - આચાર્ય ચાણક્ય મુજબ્બ પતિ-પત્નીના સંબંધો પ્રેમની ડોરથી બંધાયેલા હોય છે. આ સંબંધોને મજબૂત બનાવવા માટે પ્રેમમાં ક્યારેય કમી ન આવવી જોઈએ. જો દાંપત્ય જીવનમાં પ્રેમનો અભાવ રહેશે તો પતિ-પત્નીના સંબંધો કમજોર પડી જશે. 
 
એક-બીજાનુ સન્માન કરવુ જોઈએ - આચાર્ય ચાણક્ય મુજબ પતિ-પત્નીએ એકબીજાનુ સન્માન કરવુ જોઈએ. જો તમે તમારા જીવનસાથીનુ સન્માન નહી કરો તો તમારા સંબંધોમાં દરાર પડી શકે છે. સંબંધોને મજબૂત બનાવવા માટે એકબીજાન સન્માન કરવુ ખૂબ જરૂરી હોય છે 
 
મનદુખ થતા વાત કરવી બંધ ન કરો - આચાર્ય ચાણક્ય મુજબ દરેક સંબંધોમાં થોડી ઘણી કચાશ તો રહે છે. તેથી મનદુખ થાય કે કોઈ વિવાદ થાય તો વાત કરવી બંધ ન કરવી જોઈએ. જો તમે વાત કરવી બંધ કરી દેશો તો સમસ્યા વધી જશે.  કોઈપણ સમસ્યાનુ સમાધાન પરસ્પર વાતચીત દ્વારા જ કાઢી શકાય છે.