ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Modified: બુધવાર, 12 મે 2021 (11:57 IST)

ચાણક્ય નીતિ - આ એક વસ્તુ છે જીવનનો સૌથી મોટો ભય, જેને લઈને દરેક માણસ મનમાં ને મનમાં ગૂંગળાય છે

આચાર્ય ચાણક્યે પોતાના ગ્રંથ નીતિ શાસ્ત્રમાં જીવનને જીવવાની રીત અને જીવન સાથે જોડાયેલ અનેક બાજુઓની સમસ્યાઓનો ઉકેલ બતાવ્યો છે. નીતિ શાસ્ત્રમાં પ્રોગ્રેસ, ધન, બિઝનેસ, નોકરી, વિવાહ, સંતાન, દોસ્તી અને દુશ્મની વગેરે વિશે વિસ્તારથી વર્ણન કર્યુ છે. લોકોના જીવનને બચાવવા માટે ચાણક્યએ નીતિશાસ્ત્રમાં એવી અનેક વાતોનો ઉલ્લેખ કર્યો છે, જે આજે પણ પ્રાંસગિક છે. એક શ્લોકમાં ચાણક્યએ જણાવ્યુ છે કે છેવટે મનુષ્યના જીવનનો સૌથી મોટો ભય કયો છે ? વાંચો આજની ચાણક્ય નીતિ. 
 

ચાણક્ય કહે છે કે બધા પ્રકારના ભયથી બદનામીનો ભય મોટો હોય છ.એ વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ માન-સન્માન સાથે જીવવા માંગે છે. ચાણક્ય કહે છે કે જો કોઈ વ્યક્તિને જીવનમાં કોઈ પણ વસ્તુથી ડર લાગે છે તો એ બદનામીનો હોય છે. વ્યક્તિને ખૂબ જ મુશ્કેલીથી સમાજમાં માન-સન્માન મળે છે. જેના દમ પર તે શાનથી જીવે છે.  પરંતુ જ્યારે કોઈ વ્યક્તિને બદનામીનો ડર સતાવે છે ત્યારે તેનુ સુખ ચેન બધુ જ છિનવાય જાય છે. 
 
બદનામી એવો ડર છે જે વ્યક્તિ માટે સૌથી મોટુ ચિંતાનુ કારણ બની જાય છે. તેનાથી તે સગાસંબંધીઓની સાથે જ સમાજથી પણ દૂર થવા માંડે છે. આવો વ્યક્તિ માનસિક દબાણમાં જીવે છે અને કોઈની સાથે જલ્દી મિક્સ થતો નથી. બદનામીના ભયથી તે ખુદને કૈદ પણ કરી શકે છે. 
 
તેથી જીવનમાં જ્યારે પણ અંતરઆત્મા સચેત કરે તો એકવાર વિચાર જરૂર કરો કે શુ કંઈક ખોટુ થવા જઈ રહ્યુ છે કે પછી હુ કંઈક ખોટુ તો નથી કરી રહ્યો ને. વ્યક્તિનો એક ખોટો નિર્ણય તેને બદનામીના રસ્તા પર લઈ જાય છે. તેથી નિર્ણય હંમેશા સમજી-વિચારીને જ લેવો જોઈએ.