રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Modified: સોમવાર, 9 મે 2022 (23:04 IST)

ચાણક્ય નીતિ - તમારા જન્મ સાથે જ તમારા ભાગ્યમાં લખી દેવામાં આવે છે આ વાતો, ક્યારેય નથી મળતો છુટકારો

chanakya  niti
આચાર્ય ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં અનેક એવી વાતો બતાવી છે. જેનુ પાલન કરીને વ્યક્તિ સફળ વ્યક્તિ બનવા સાથે સમાજમાં માન સન્માન મેળવી શકેછે.  ચાણક્યએ પોતાની નીતિયોમાં અનેક એવી વાતો બતાવી છે જેને ઘણા લોકો માનતા નથી. આચાર્ય ચાણક્યએ ખૂબ સમજી વિચારીને લખ્યુ છે. આ નીતિયોથી માનવ જીવનને સાચી દિશા મળે છે. આચાર્ય ચાણક્યએ મનુષ્ય જીવન સંબંધી અનેક વાતો ઉજાગર કરી છે. આ જ રીતે તેમણે એક નીતિમાં બતાવ્યુ છે કે મનુષ્યના જન્મ લેતા પહેલા જ કેટલીક વાતો તેના ભાગ્યમાં લખી દેવામાં આવે છે. આવામાં આ 5 વાતોને તે ઈચ્છવા છતા તેમાથી છુટકારો નથી મેળવી શકતો. 
 
1. ઉંમર - આચાર્ય ચાણક્યે પોતાના આ શ્લોક દ્વારા બતાવવાનો પ્રય્હત્ન કર્યો છે કે જ્યારે કોઈ મનુષ્ય માતાના ગર્ભમાં હોય છે ત્યારે જ તેનુ ભાગ્ય નિર્ધારિત થઈ જાય છે. જન્મ પહેલા જ તેની ઉંમર લખી દેવામા આવે છે.  તેથી કહેવાય છે કે દરેક કોઈનુ મૃત્યુનો સમય પહેલાથી જ નક્કી હોય છે.  
 
2. વિદ્યા - નીતિશાસ્ત્ર મુજબ વ્યક્તિ કેટલી વિદ્યા એટલે અભ્યાસ કરશે. અ વિશે પણ ભાગ્યમાંલખ્કી દેવામાં આવે છે. તેથી અનેક વાર આપણે ઈચ્છવા છતા પણ કેટલીક વસ્તુઓને મેળવી શકતા નથી. જો તમે તમારા ભાગ્યથી આગળ વિદ્યા પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખો છો તો તે કોઈને કોઈ રીતે તમને મળી શકતી નથી. 
 
3. નિધન - એટલુ જ નહી તમે કેટલા વર્ષ જીવશો અને ક્યરે મોત આવશે તેના વિશે પણ પહેલા જ ભાગ્યમાં લખી દેવામાં આવે છે. ચાણક્યના મુજબ માતાના ગર્ભમાં જ વ્યક્તિની વય લખી દેવામાં આવે છે કે તે કેટલા વર્ષ જીવીત રહેશે અને ક્યરે મોતના આહોશમાં સમાય જશે. 
 
4. કર્મ - ચાણક્ય મુજબ કર્મ તમારા અગાઉના જન્મ પર નિર્ભર કરે છે. તેથી ગર્ભના સમય જ તમારા નસીબમાં  લખી દેવામાં આવે છે. તેથી દરેક વ્યક્તિને પોતાના ક્રર્મોના હિસાબથી સુખ દુખ ભોગવવા પડે છે. આવામાં તમે ભલે કેટલી કોશિશ કરી લો તમારા ભાગ્યથી વધુ કે ઓછી મેળવી શકતા નથી. 
 
 
5. ધન - તમને કેટલુ ધન મળશે આ વિશે પણ તમારા ભાગ્યમાં લખેલુ હોય છે. તેથી માણસે પોતાના જીવનને ખૂબ જ સદાચર થઈને જીવવુ જોઈએ. જેનાથી આવનારા જન્મમાં તમે સુખ સમૃદ્ધિને વ્યતીત કરી શકો.