બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By

Chankya Niti : જે આ વાતો પર નથી કરતા અમલ, તેમને ક્યારેય નથી મળતી સફળતા

chanayakya
ચાણક્ય નીતિ  (Chanakya Niti)અનુસાર મનુષ્યને જીવનનુ મહત્વ જાણવુ જોઈએ. આ જીવન અણમોલ છે. જે લોકો આ વાતને નથી સમજતા અને ખરાબ આદત, સંગતમાં લિપ્ત રહે છે. તેમને સફળતા મેળવવા માટે જીવનભર સંઘર્ષ કરવો પડે છે. આવા લોકોનુ જીવન પણ આગળ જઈને દુખ અને સંકટોથી ઘેરાય જાય છે.
 
ચાણક્ય નીતિ મુજબ ખોટી સંગત ઝેર સમાન છે. તેનાથી દૂર રહેવામાં જ ભલાઈ છે. જે લોકો ખોટી સંગતનો ત્યાગ નથી કરી શકતા તેઓ જીવનમાં કષ્ટ ભોગવે છે. સંગતનો મનુષ્યની સફળતામાં વિશેષ યોગદાન હોય છે. જ્યારે વ્યક્તિ સારી સંગત કરે છે તો તેની પ્રતિભા નિખરે છે. જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. બીજી બાજુ જ્યારે સંગત ખરાબ હોય છે તો વ્યક્તિ ખરાબ કાર્યોની તરફ આકર્ષિત થાય છે. ખરાબ આદતો આવે તો વ્યક્તિને સમ્માન મળતુ નથી અને દરેક તેનાથી દૂર રહે છે. 
 
ચાણક્ય નીતિ અનુસાર વ્યક્તિની સફળતામાં પોઝીટીવીટીનો પણ વિશેષ ફાળો હોય છે. જે લોકો હંમેશા નેગેટિવિટી વિચારોથી ઘેરાયેલા રહે છે તેઓ ક્યારેય તેમની પ્રતિભાનો પૂરો લાભ ઉઠાવી શકતા નથી, જ્યારે જે લોકો સકારાત્મક વિચારો અપનાવીને આગળ વધે છે તેઓ ઓછા સંસાધનોમાં સફળતા પ્રાપ્ત કરે છે. આવા લોકો પર પણ લક્ષ્મીજીની કૃપા બની રહે છે.
 
ચાણક્ય નીતિ અનુસાર, આળસને માણસનો દુશ્મન માનવામાં આવે છે, જે વ્યક્તિ આળસ કરે છે તે જીવનમાં આગળ વધવાની તકો હંમેશા ગુમાવે છે. આગળ વધવાની તકો ભાગ્યે જ મળતી હોય છે, જે લોકો આળસનો ત્યાગ કરીને આ તકોનો લાભ લેવા તૈયાર હોય છે, તેઓ સફળ બને છે. પૈસાની પણ કોઈ કમી નથી.
 
ચાણક્ય નીતિ અનુસાર, જો તમારે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય, તો તમારે ક્યારેય મહેનતથી ડરવું જોઈએ નહીં. આવા લોકોને લક્ષ્મીજીની કૃપા પણ નથી મળતી. મહેનત વિના સફળતા શક્ય નથી. આ વાતને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરો.
 
ચાણક્ય નીતિ અનુસાર, વ્યક્તિએ સમયની કિંમત જાણવી જોઈએ. જીવનના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં માત્ર એવા લોકોને જ સફળતા મળે છે જે સમયનું મહત્વ સમજે છે. સમય ક્યારેય કોઈ માટે રોકાતો નથી. એટલા માટે જે સમય એક વાર વીતી જાય તે પાછો આવતો નથી. સમયસર લેવામાં આવેલ યોગ્ય નિર્ણય સફળતામાં વિશેષ મહત્વ ધરાવે છે. જેઓ સમયનો સદુપયોગ કરે  છે, તેઓ તેમના ધ્યેયને પૂર્ણ કરવામાં સક્ષમ હોય છે.