રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. ટોક્યો ઓલમ્પિક 2020
Written By
Last Modified: શુક્રવાર, 3 સપ્ટેમ્બર 2021 (18:08 IST)

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતના ખાતામાં 13મો મેડલ, હરવિંદર સિંહે તીરંદાજીમાં અપાવ્યો બ્રોન્ઝ

ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન શુક્રવારે પણ ચાલુ રહ્યું. હરવિંદર સિંહે તીરંદાજીમાં ભારત માટે 13 મો મેડલ જીત્યો. તેઓ આ રમતમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય તીરંદાજ છે. તેમણે શૂટ-ઓફમાં પહોંચેલા બ્રોન્ઝ મેડલ મેચમાં કોરિયાના ખેલાડીને 6-5થી હરાવ્યો હતો.