સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. ટોક્યો ઓલમ્પિક 2020
Written By
Last Updated : સોમવાર, 2 ઑગસ્ટ 2021 (11:18 IST)

Tokyo Olympics: ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયાને હરાવીને પહેલીવાર સેમીફાઈનલમાં સ્થાન બનાવ્યુ

જાપાનની રાજઘાની ટોક્યોમાં રમાય રહેલ ઓલંપિક રમતોમાં ભારતીય મહિલા હોકી ટીમે ઈતિહાસ રચ્યો છે. ટીમે ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાને  1-0થી હરાવીને પહેલીવાર સેમીફાઈનલમાં પોતાનુ સ્થાન પાકુ કર્યુ છે. ભારત તરફથી એકમાત્ર ગોલ ગુરજીત કૌરે બનાવ્યો. ભારતીય ટીમ આખી મેચમાં કંગારુ પર હાવી રહી અને સતત અટૈકિંગ ગેમ ચાલુ રાખી. કપ્તાન રાની રામપાલની આગેવાનીમાં ભારતીય ટીમે 41 વર્ષમાં પહેલીવાર ઓલંપિક રમતના ક્વાર્ટર ફાઈનલમાં પોતાનુ સ્થાન બનાવી લીધુ. 
 
શૂટરમાં પણ ભારતની છેલ્લી આશા ઐશ્વર્ય પ્રતાપ સિંહ અને સંજીવ રાજપૂતનો મુકાબલો શરૂ થઈ ગયો છે. તે બંને 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
આજે દેશની નજર કમલપ્રીત કૌર પર રહેશે. તે ડિસ્કસ થ્રોની ફાઇનલમાં પ્રવેશ કરશે. જો કમલપ્રીત મેડલ જીતવામાં સફળ રહી, તો તે એથ્લેટિક્સમાં મેડલ લાવનાર પ્રથમ ભારતીય બનશે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં કમલપ્રીતના પ્રદર્શનને જોતાં તેને મેડલ લાવવાની આશા વધી છે. તેણે ડિસ્કસને 64 મીટર દૂર ચક્ર ફેંકીને ઇતિહાસ રચ્યો હતો