ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. ટોક્યો ઓલમ્પિક 2020
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 28 જુલાઈ 2021 (19:25 IST)

Tokyo Olympics Day 6: સિંધુ, પૂજા અને દીપિકાએ જગાવી મેડલની આશા. હોકીમાં મળી નિરાશા

ભારતીય મહિલા હોકી ટીમનુ ટોકિયો ઓલંપિકમાં  (Tokyo Olympics) નિરાશાજનક પ્રદર્શન સતત ત્રીજા દિવસે પણ જોવા મળ્યુ અને ત્રીજી મેચમાં પણ હાર મળી બીજી બાજુ મુક્કેબાજીમાં પુજા રાની  (Puja Rani) એ અંતિમ આઠમાં સ્થાન બનાવી લીધુ. ઓલંપિક  (Tokyo Olympics 2020) માં છઠ્ઠા દિવસે ભારત માટે ક્યાક ખુશી ક્યા ગમ વાળુ જ રહ્યુ. બેડમિંટનમાં પીવી સિંઘુ (PV Sindhu)એ અંતિમ 16માં પ્રવેશ કરી લીધો પણ બી સાઈ પ્રણીત હારી ગયા. તીરંદાજીમાં દીપિકા કુમારી(Deepika Kuamri) એ સતત બે મુકાબલા જીતીને રાઉંડ ઓફ 16માં સ્થાન બનાવ્યુ, બીજી બાજુ પ્રવી જાઘવ અને તરુણદીપ રોયની ઓલંપિક યાત્રા થંભી ગઈ. 
 
હોકીમાં મળી હાર 
 
ભારતીય મહિલા હોકી ટીમ ગ્રેટ બ્રિટન સામે 1-4થી  હારનો સામનો કરવો પડ્યો. પૂલ એમાં ભારતીય ટીમની આ સતત ત્રીજી હાર છે, જેણે કારણે  ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની તેમની સંભાવનાઓને ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમને આ અગાઉ વિશ્વની નંબર વન નેધરલેન્ડ્સ સામે 1-5થી અને જર્મની સામે 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. રાની રામપાલની આગેવાની હેઠળની ટીમને આગામી મેચમાં શુક્રવારે આયર્લેન્ડ સામે ટકરાશે. નોકઆઉટ ચરણમાં ક્વોલિફાય થવા માટે હવે ભારતને તેની બંને મેચ આયર્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે જીતવી જ પડશે. 
પૂજા રાની ટોકિયો ઓલંપિકના ક્વાર્ટર ફાઈનલમાં 
 
ભારતીય મુક્કેબાજ પૂજા રાની (75 કિગ્રા)એ ઓલંપિક રમતમાં પદાર્પણ કરતા શરૂઆતના મુકાબલામાં અલ્જીરિયાની ઈચરક ચાએબને 5-0થી પરાજીત કરી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો. તીસ વર્ષની ભારતીયે સમગ્ર હરીફાઈ દરમિયન પોતાનાથી 10 વર્ષ જૂનિયર હરીફ પર પોતાનુ વર્ચસ્વ કાયમ રાખ્યુ. બે વારની એશિયાઈ ચેમ્પિયન જમણા હાથના સીધા દમદાર મુક્કો દ્વારા નિયંત્રણ બનાવ્યુ હતુ અને તેને ચાએબના રિંગમાં સંતુલનની કમીનો પણ ખૂબ ફાયદો મળ્યો.