ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. ટોક્યો ઓલમ્પિક 2020
Written By
Last Modified: બુધવાર, 28 જુલાઈ 2021 (09:41 IST)

PV Sindhu vs Cheung Ngan Highlights: પીવી સિંધુએ નગયાન યી ચિયુંગને હરાવ્યો, નૉકઆઉટ સ્ટેજમાં

ટોક્યો- ગયા વિશ્વ ચેંપિયન ભારતની પીવી સિંધુએ PV sindhu બુધવારે અહીં ગ્રુપ જે માં હૉંગકૉંગની નગયાનની ચિયુંગને  Cheung Ngan હરાવીને ટોક્યો ઓલંપિકની મહિલા એકલ બેડમિંટન સ્પર્ધાના પ્રી કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો. 
 
રિપયો ઓલંપિકની રજત પદક વિજેતા સિંધુએ દુનિયાની 34મા નંબરની ખેલાડી ચિયુંગને 35 મિનિટ ચાલતા મુકાબલામાં 21-9-21-16થી હરાવીને ગ્રુપમાં ટોચનો સ્થાન મેળવ્યો. સિંધુની ચિયુંગ સામે છ મુકાબલામાં 
આ છઠી જીત છે. દુનિયાની સાતમા નંબરની ખેલાઅડી સિંધુ પ્રી કવાર્ટર ફાઈનલમાં ગ્રુપ આઈમાં ટોચ પર રહેતી ડેન્માર્કની દુનિયાની 12મા નંબરના ખેલાડી મિઉઆ બ્લિચ ફેલ્ટથી ભિડશેૢ સિંધુનો બ્લિચફ્લેટની સામે 
જીત હારનો રેકાર્ડ 4-1 છે. ડેનમાર્કની ખેલાડીએ સિંધુની સામે એકમાત્ર જીત આ વર્ષે થાઈલેંડ ઓપનમાં દાખલ કરી હતી. 
 
હેદરાબદની છઠમી વરીય ખેલાડી સિંધુએ તેમના પ્રથમ મેચમાં ઈઝરયલની સેનિયા પોલિકાર્પોવાને હરાવ્યો હતો. સિંધુએ તેમના જુદા-જુદા શૉટ અને ગતિમાં પરિવર્તન કરવાની કુશળતાથી ચિયુંગને આખ કોર્ટ પર 
દોડાવીને હેરાન કર્યુ. ચિયુંગએ તેમના ક્રાસ કોર્ટ રિટર્નએ કેટલાક અંક મેળ્વ્યા પણ હાંગકાંગના ખેલાડીએ નાની ભૂલ કરી જેનાથી  તે સિંધુ પર દબાણ બનાવવામાં વિફળ રહી. 
 
સિંધુએ સારી શરૂઆત 6-2થી બનાવી અને ત્યારબાદ 10-3થી લીડ મેળવી લીધી. તે વિરામ સમયે 11-5થી આગળ હતી. વિરામ પછી, સિંધુએ 20-9 અને તેના લીડ પર પ્રભુત્વ મેળવ્યું. ચિયુંગના નેટ પર શૉટ મારવાની સાથે પ્રથમ રમત જીતી .