શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. રમત
  3. ટોક્યો ઓલમ્પિક 2020
Written By
Last Updated :દિલ્હી. , સોમવાર, 26 જુલાઈ 2021 (17:35 IST)

Mirabai Chanu Appointed Addl SP: મીરાબાઈ ચાનૂ બની એડિશનલ SP, જુડો ખેલાડી સુશીલા દેવી બની SI

Mirabai Chanu appointed Additional SP in Manipur: ટોકિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી મીરાબાઈ ચૂનીને મણિપુર સરકારે એડિશનલ એસપી તરીકે નિમણૂંક કરી છે. મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે આજે જાહેરાત કરી કે રાજ્ય સરકારે ટોકિયો ઓલંપિકમાં સિલ્વર મેડલ જીતનરી મીરાબાઈ ચૂનીને મણિપુર પોલીસમાં એડિશનલ એસી (સ્પોર્ટ્સ)ના પર પર નિમણૂંક કરવાનો નિર્ણય કર્યોછે. આ સાથે જ મુખ્યમંત્રી એન બીરેન સિંહે કહ્યુ કે મીરાબાઈ ચાનૂને રાજ્ય સરકાર તરફથી એક કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે. 
 
સુશીલા દેવી બની એસઆઈ 
 
આ સાથે જ મુખ્યમંત્રી એન બીરેન સિંહે કહ્યુ કે જુડો ખેલાડી સુશીલા દેવી લિકમબમને ઉપનિરીક્ષક એસઆઈના પદ પર નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પહેલા તે કોન્સ્ટેબલ હતા. આ સાથે જ મુખ્યમંત્રીએ એલાન કર્યુ કે ટોકિયો ઓલંપિકમાં ભાગ લેનારા રાજ્યના બધા એથલીટ્સમે 25-25 લાખ રૂપિયા ઈનામના રૂપમાં આપવામાં આવશે. 
 
મીરાબાઈને મળી શકે છે ગોલ્ડ 
 
મળતી માહિતી મુજબ વેઇટ લિફ્ટિંગ ઇવેન્ટના 49 કિલો વજન કેટેગરીમાં સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ચાનુને ચાંદીના બદલે ગોલ્ડ મળી શકે છે.  ઉલ્લેખનીય છે કે ચીનની વેઇટલિફટર હોઉ જીહુઇનું એન્ટી ડોપિંગ રોધી અધિકારીઓ દ્વારા પરીક્ષણ કરવામાં આવશે અને જો તે પરીક્ષણમાં નિષ્ફળ જાય છે તો ભારતની મીરાબાઈ ચાનુને તે ગોલ્ડ મેડલ આપવામાં આવશે. એક સ્રોત અનુસાર, હોઉ જિહુઇને ટોકિયોમાં જ રોકાવવા માટે કહેવામાં આવ્યું અને હવે પરીક્ષણ થશે. પરીક્ષણો ચોક્કસપણે થઈ રહ્યા છે
 
મીરાબાઈ ચાનુ ભારત પરત આવી 
 
મીરાબાઈ ચાનુ આજે જાપાનથી દિલ્હી પરત આવી છે. બીજી તરફ, ઓલમ્પિકના આયોજકો દ્વારા ચીનની હોઉ જીહુઇ ફરીથી ડોપ પરીક્ષણ માટે ત્યા જ રહેવાની સૂચના આપવામાં આવી છે. હાલમાં આ ડોપ ટેસ્ટ અંગે વધુ કોઈ માહિતી બહાર આવી નથી. જો કે, સૂત્રોના જણાવ્યા મુજબ, આ ડોપ ટેસ્ટ આજે અથવા કાલે કરી શકાય છે.