ગટ્ટુ મનમાં વસી ગયો છે: દેવેન ભોજાની

વેબ દુનિયા|

P.R
'બા બહુ ઔર બેબી'ના સૌથી લોકપ્રિય પાત્રનું નામ જો પુછવામાં આવે તો બધા જ ગટ્ટુનુ નામ લેશે. ગટ્ટુનું ચરિત્ર જ એટલુ બધુ પ્રેમાળ છે કે બધા જ તેને પ્રેમ કરે છે. તેને ઘરનો સભ્ય માને છે. આ ગટ્ટુ હવે દર્શકોને ફરીથી એક વખત હસાવવા માટે આવી રહ્યો છે. 23 ઓગસ્ટથી 'બા બહુ ઔર બેબી' ફરીથી શરૂ થવા જઈ રહી છે. પર આને દરેક શનિવાર અને રવિવારે રાત્રે 8 વાગ્યે જોઈ શકશો.

ગટ્ટુના પાત્રને દેવેન ભોજાની ભજવે છે. તેમના આ નામને ખુબ જ ઓછા લોકો જાણે છે. શું ગટ્ટુનું પાત્ર ભજવતાં ભજવતાં તેઓ કંટાળી નથી ગયાં? અને એક અભિનેતા હોવાને ખાતર તેમને એવું નથી લાગતું કે અલગ અલગ પાત્રો ભજવવા જોઈએ? આ વાતનો જવાબ હસતાં હસતાં દેવેને આપતાં કહ્યું કે, મે અત્યાર સુધી કેટલાયે પાત્રો ભજવ્યાં છે, પરંતુ મને જેટલી સફળતા ગટ્ટુના પાત્રથી મળી છે તે અદભુત છે. આજે દરેક વ્યક્તિ મને ગટ્ટુના રૂપમાં ઓળખે છે. ગટ્ટુ તો મારા મનમાં વસી ગયો છે એટલા માટે કંટાળો આવવાનો તો કોઈ સવાલ જ નથી થતો.
પોતાની વાતને આગળ વધારતાં દેવેશ કહે છે કે, ગટ્ટુની લોકપ્રિયતાનો અંદાજ તમે આ વાત વડે લગાવી શકો છો કે તેના પાત્રને લઈને એક કૉમિક્સ નીકળી છે. પાછલાં દિવસોમાં ગટ્ટુના ચિત્રવાળી રાખડી બજારમાં આવી હતી, જે ખુબ જ લોકપ્રિય થઈ હતી. મને ખુશી છે કે હું ફરીથી એક વખત આ પાત્રના રૂપમાં દર્શકોનું મનોરંજન કરવાનો છું. મને આશા છે કે ગટ્ટુને દર્શકોનો પ્રેમ આ વખતે પણ મળશે.


આ પણ વાંચો :